અંકલેશ્વર: FDDI કોલેજમાં જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા યોજાય,ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એફ.ડી.ડી.આઇ કોલેજ ખાતે જીલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાઈ હતી

New Update

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશ્નરશ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-ગાંધીનગર દ્વારા આયોજીત જીલ્લા રમતગમત અધિકારીની કચેરી ભરૂચ તેમજ જે.સી.આઈ. અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ફૂટવેર ડિઝાઈનીંગ એન્ડ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટયુટ ખાતે જીલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાઈ હતી જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સ્પર્ધામાં જીલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને ટ્રોફી અને પ્રમાણ પત્ર આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,એ.આઇ.એ પ્રમુખ જશુ ચૌધરી, અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ પટેલ, જે.સી. ડો.દર્શન મરજાદી અને જેસિઆઇના પ્રમુખ કિંજલ શાહ તેમજ આમંત્રિતો સહીત સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories