Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ડુપ્લિકેટ ઓઇલ બનાવી બ્રાન્ડેડ કંપનીના નામે થતું હતું વેચાણ, રૂ. 7.28 લાખના મુદ્દામાલ સાથે 2 લોકોની ધરપકડ

પાનોલીમાંથી લાખો રૂપિયાના ડુપ્લિકેટ ઓઇલના કારોબારનો પર્દાફાશ કરી 2 ગોડાઉન તેમજ રૂ. 7.28 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર : ડુપ્લિકેટ ઓઇલ બનાવી બ્રાન્ડેડ કંપનીના નામે થતું હતું વેચાણ, રૂ. 7.28 લાખના મુદ્દામાલ સાથે 2 લોકોની ધરપકડ
X

ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરના પાનોલીમાંથી લાખો રૂપિયાના ડુપ્લિકેટ ઓઇલના કારોબારનો પર્દાફાશ કરી 2 ગોડાઉન તેમજ રૂ. 7.28 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

થોડા સમય પહેલા અંકલેશ્વરના પાનોલીમાંથી કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ બનાવતી કંપની પકડી પાડ્યા બાદ શુક્રવારે ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરમાં 2 સ્થળે દરોડા પાડી બ્રાન્ડેડ કંપનીઓનું ડુપ્લિકેટ એન્જીન ઓઇલ બનાવતા 2 ગોડાઉનને ઝડપી લીધા છે. જેમાં 2 આરોપીઓની 5 કંપનીના ડુપ્લિકેટ ઓઇલ બાનવી વેચવાના વેપલામાં રૂપિયા 7.28 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વર GIDC પોલીસ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે સંજાલી ગામે મહારાજા નગરમાં આવેલ ગ્રીન પ્લાઝામાં રેડ કરતા એક ઇસમ ગેરકાયદેસર રીતે એન્જીન ઓઇલનું પેકીંગ કરી અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના નામે વેચાણ કરતો ઝડપાઇ જવા પામ્યો હતો,

જ્યારે પોલીસની ટીમને લક્ષ્મણનગરમાં રોયલ એપાર્ટમેન્ટ દુકાનમાં પણ એક ઇસમ ગેરકાયદેસર રીતે એન્જીન ઓઇલનુ પેકીંગ કરતો હોવાનું માલુમ પડતા રેડ કરતા સફળતા મળી હતી. આમ પોલીસની ટીમે એક જ દિવસમાં અલગ અલગ જગ્યાએ રેડ કરી અંકલેશ્વરના 2 ઇસમોની ધરપકડ કરી છે. આ બન્ને આરોપી લુબ્રીકેન્ટ ઓઇલમાં ડાઇ કલર સેમી ઓટોમેટીક ઓઇલ ફીલીંગ મશીનથી ડબ્બાઓમાં ફીલીંગ કરી, ઇન્ડકશન સીલીંગ મશીનથી સીલ કરી બહારથી ડબ્બાઓ તથા સ્ટીકરો મંગાવી બ્રાન્ડેડ કંપનીના ડુલ્પીકેટ એંજીન ઓઇલ બનાવી પેકીંગ કરતા હતા. જોકે, પોલીસે 2 ગોડાઉન તેમજ રૂ. 7.28 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story
Share it