Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : તહેવારો પર સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા કરાયું ફ્લેગ માર્ચનું આયોજન...

નવરાત્રીને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે અંકલેશ્વરમાં તહેવારોને અનુલક્ષીને પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

X

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા આગામી તહેવારોને અનુલક્ષીને અંકલેશ્વર શહેરનાં સંવેદનશીલ વિસ્તારો કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવરાત્રીને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે અંકલેશ્વરમાં તહેવારોને અનુલક્ષીને પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. પોલીસની ટીમો શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફરી હતી અને લોકોને કોમી એખલાસ અને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી. અંકલેશ્વર શહેર ખાતે આગામી તહેવારને ધ્યાને લઇ અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈની આગેવાની હેઠળ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. અંકલેશ્વર શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણવામાં આવે છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે ખુબ જરૂરી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસની ટીમોએ મુખ્યમાર્ગો તથા સંવેદનશીલ વિસ્તારોમાં ફલેગમાર્ચ કરી હતી. પોલીસની ટીમોએ નગરની ભૌગોલિક સ્થિતિનો તાગ મેળવવાની સાથે અસામાજીક તત્વોને પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો.

Next Story