Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજીત GCL-4 ક્રિકેટ ટુર્નામેન્ટની પુર્ણાહુતી, ફલાવર ઇલેવનનો વિજય

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ જી.સી.એલ-4 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફ્લાવર ઇલેવનનો ભવ્ય વિજય થયો.

X

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ જી.સી.એલ-4 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફ્લાવર ઇલેવનનો ભવ્ય વિજય થયો.

છેલ્લા 13 દિવસથી અંકલેશ્વર ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ,ઉદ્યોગપતિઓ અને રમતપ્રેમી જનતા દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જી.સી.એલ-4 ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.જે જી.સી.એલ-4 ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો હતો ગતરોજ રાતે પ્રાઇમ સીકે અને ફ્લાવર ઇલેવન વચ્ચે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં ફ્લાવર ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો જ્યારે પ્રાઇમ સીકે રનર્સઅપ રહી હતી. વિજેતા ટીમને એ.આઈ.એના પ્રમુખ જશુ ચૌધરીના હસ્તે ટ્રોફી અને રોકડા રૂપિયા એનાયત કરવામાં આવ્યા હતા.આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હર્ષદ પટેલ,મિતેશ શાહ અને ક્રિશ્ના મહારાવ સહિત ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story