અંકલેશ્વર: માટીએડ ગામના ખેડૂત સાથે ટીસ્યુ બિરાયણમાં છેતરપિંડી,ઉચ્ચકક્ષાએ કરાય રજુઆત

New Update
અંકલેશ્વર: માટીએડ ગામના ખેડૂત સાથે ટીસ્યુ બિરાયણમાં છેતરપિંડી,ઉચ્ચકક્ષાએ કરાય રજુઆત

અંકલેશ્વરમાં ખેડૂત સાથે છેતરપિંડી

માટીએડ ગામના ખેડૂત સાથે છેતરપિંડીનો બનાવ

ટીસ્યુ બિયારણમાં થઈ છેતરપિંડી

મોંઘુ બિયારણ લાવી ખેતરમાં વાવ્યુ

ફળ જ ન આવતા ખેડૂતના માથે આભ ફાટયુ

અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામના ખેડૂત સાથે ટિસ્યુ બિયારણમાં છેતરપિંડી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે

ગુજરાત રાજ્યભરમાં ખેડૂત જોડે બિયારણમાં છેતરપીંડી બનાવ બન્યા છે ત્યારે અંકલેશ્વરમાં પણ આજરોજ આવી જ ઘટના સામે આવી હતી અંકલેશ્વર તાલુકાના માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલી સહકાર્ય એગ્રોમાંથી માટીએડ ગામના ખેડૂત દ્વારા ફુલેવરનું ટિસ્યુ બિયારણ લેવામાં આવ્યું હતું અને ખેતરમાં વાવેતર કર્યું હતું પરંતુ ફળ ન આવતા તેમની સાથે છેતરપીંડી થઈ હોવાનું જણાયું હતું જેથી તેમણે વિવિધ જગ્યાએ રજુઆત કરી હતી પરંતુ કોઈ પ્રત્યુત્તર ન મળતા આખરે તેઓએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ મોટાભાગના ટીસુ બિયારણમાં છેતરપિંડી થઈ હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં પણ આ પ્રકારના બનાવો સામે આવ્યા છે.

Latest Stories