/connect-gujarat/media/post_banners/4cd28390ccd5114fc3644c40db64f9a0067b71237e642a6f85f9b43a37a9832f.webp)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના પ્લોટ નંબર-૩૨૮-૩૨૯ ડીમાં મર્ક્યુરી ઇન્ડસ્ટ્રી લીમીટેડ કંપની આવેલ છે જે કંપનીને ગત તારીખ-૯મી એપ્રિલના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ લગ મશીન રીપેરીંગ માટે ખોલી મુકેલ સામાન લગ હોલ્ડર પેટી, કોપર લીંક,કોપર પેટી અને ટ્રાન્સફોર્મર કોપર પેટી,ઇલેક્ટ્રિક લગ હોલ્ડર, હોલ્ડર ડાઉન તેમજ કોપર વાયર મળી ૨ લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.
આ અંગે લાઈનમેન દિલીપ વસાવાએ કંપનીના એચ.આર અને એડમીન અક્ષય રાજેશ પરમારને જાણ કરતા તેઓએ કંપનીમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં એસ.એસ.બોસ સિક્યુરિટીના વોચમેન અને વાલિયા રોડ ઉપર આવેલ આનંદ એવન્યુ ખાતે રહેતો હેરુલ હેન્ડી રજવાડી તમામ સામાન ચોરી કરી જતો નજરે પાડ્યો હતો.
જેને ચોરી અંગે પુછપરછ કરતા તેને ચોરી કરી હોવાનું કબુલ કરી એક કોપર લીંક પ્લેટ જમા કરાવી અન્ય સામાન નહિ જમા કરાવતા કંપનીના અધિકારીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.