/connect-gujarat/media/post_banners/5ee4d0bb4581320189864c9e9b6ba4c8d7faa02615e7d087af8f4594d7511e46.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ધીરજ કેન ચોકડી નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 ઈસમોની GIDC પોલીસે રૂ. 11 હજારથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યમાં દારૂ, જુગાર સહિતની વિવિધ અનૈતિક પ્રવૃત્તિઓને અટકાવવા હંમેશા પોલીસ તંત્ર કામગીરી કરતું હોય છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં જુગારીયાઓ વિરુદ્ધ પોલીસે કાયદાની ધોશ વધારતા જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અંકલેશ્વરના GIDC વિસ્તારમાં આવેલ ધીરજ કેન ચોકડી પાસે પોતાના અંગત ફાયદા સારું ગોળ કુંડાળુંવાળી પત્તા-પાનાં વડે હાર-જીતનો જુગાર રમતા 4 ઈસમોને GIDC પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર GIDC પોલીસે સ્થળ પર ચારેય ઇસમોની અંગઝડતી કરતા રોકડ 8,340 રૂપિયા, દાવ ઉપરના રોકડ 3,290 રૂપિયા મળી આવ્યા હતા. આ સાથે જ પાથરણું સહિત પત્તા-પાનાં મળી 11,630 રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે ચારેય ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.