/connect-gujarat/media/post_banners/8872dd3948d11de0c2116a92be26910ed536ed47ef6e98b5d3a65931b6ae8f48.jpg)
અંકલેશ્વરમાં કામગીરી શરૂ કરવામાં આવી
GIDC તળાવને ઊંડું કરવાની કામગીરી
સ્થાનિકો-ઉદ્યોગોને પહોંચાડવામાં આવે છે તળાવમાંથી પાણી
કાંપ તેમજ સ્લજને હટાવવાની કામગીરી હાથ ધરાય
કામગીરી પૂર્ણ થયા બાદ પાણીનો વધુ સંગ્રહ થઈ શકશે
અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારને પાણીનો પુરવઠો પહોંચાડતા જીઆઈડીસી તળાવમાંથી કાંપ તેમજ સ્લજને હટાવવા સાથે તળાવ ઊંડું કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરાઈ રહી છે. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારને પાણીનો પુરવઠો પહોંચાડતા જીઆઇડીસી તળાવ અંદાજે અઢી લાખ ચોરસ મીટરમાં પથરાયેલુ છે જે પૈકી પ્રથમ તબ્બકામાં ગત વર્ષે અંદાજે 80 હજાર ચોરસ મીટરના ભાગમાંથી વર્ષોથી જમા થયેલ કાંપ અને સ્લજને સાફ કરવાની કામગીરી નોટિફાઈડ એરિયા ઓર્થોરિટીના પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાઈ હતી.
આ વર્ષે ઉકાઈ કેનાલમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા 22 જાન્યુઆરીથી તળાવ ઊંડું કરવાની કામગીરી આગળ વધારવામાં આવી છે.અંકલેશ્વરના સ્થાનિક ઉદ્યોગો ઉપરાંત રહેણાંક વિસ્તારની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા વર્ષ 1976માં ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના સહયોગથી જીઆઈડીસીએ આ તળાવ ઉભુ કર્યું હતુ ત્યાર બાદ વર્ષ 2005માં છેલ્લે આ તળાવની સાફ સફાઈ માટે નોટિફાઈડ એરિયા ઓર્થોરિટીએ ખાનગી ઇજારેદારને ઈજારો આપ્યો હતો પરંતુ કોઈ કારણોસર એ ઇજારેદાર અધ્ધવચ્ચે જ કામ છોડીને ચાલ્યો ગયો હતો.ત્યાર બાદ વર્ષ ૨૦૨૩માં પુનઃ આ કામગીરી હાથ ધરાઈ હતી.સંપૂર્ણ તળાવમાંથી કાંપ અને સ્લજ હટાવી ઊંડું કરવાની કામગીરી આવતા વર્ષે પણ ચાલશે. હાલ રહેણાંક અને ઉધોગોને તળાવ સાથે જ ઝઘડિયામાંથી પણ પાણી પૂરું પડાઈ રહ્યું છે. તળાવ ઊંડું કરવાની કામગીરી પૂર્ણ થતાં ક્ષમતામાં વધારો થતાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકશે.