રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલના હસ્તે જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલના કીમો થેરાપી સેન્ટર લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલોપમેંટ સોસાઇટી દ્વારા સંચાલિત જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલના જે. બી મોદી કેન્સર સેન્ટર ખાતે સજ્જન ઈન્ડિયા લિમિટેડ,હિયૂબેક કલર્સ પ્રાઇવેટ લિમિટેડ,સ્યેનસકો એડવાનસિંગ હયુમેનિટી અને ડેક્કન ફાઇન કેમિકલ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સહિતની કંપનીના અનુદાનમાંથી કીમો થેરાપી સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે કીમો વોર્ડનું ગુરુવારના રોજ ગુજરાત રાજ્ય હેલ્થ કમિશ્નર હર્ષદ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરા, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ. ધુલેરા, હિયૂબેક કલર્સ પ્રાઇવેટ લિમિટેડ ડાયરેક્ટર ડી.કે રાણા, સજ્જન ઈન્ડિયાના સાઇટ ડી. કે રાય હેડ, ડેક્કન ફાઇન કેમિકલ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ પરાગ શાહ અને જૉન થોમસન,સ્યેનસકો એડવાનસિંગ હયુમેનિટીના રશ્મિ દેલિવાલા તેમજ અંકલેશ્વર ઇંડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાઇટી સેક્રેટરી અશોક પંજવાણી, ડેપ્યુટી મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. આતમી દેલીવાલા સહિત જે. બી મોદી કેન્સર સેન્ટર હેડ ડૉ. તેજસ પંડયા અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા