/connect-gujarat/media/post_banners/cd9442bcdda7628cfe174baf6af807ed80b39071c3620d8d1dd7cdbc80af68d1.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસના માર્ગદર્શન હેઠળ નવા કાંસિયા પ્રાથમિક શાળામાં સ્વાસ્થ્યને લઈને બાળકોને તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામની પ્રાથમિક શાળા ખાતે બાળકોને અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસના માર્ગદર્શન હેઠળ તબીબો દ્વારા સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પટેલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ સફુરા પટેલ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને બીમારીઓથી કેવી રીતે બચવું અને પોતાની સ્વાસ્થ્યની સુરક્ષા કેવી રીતે કરવી તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. બાળકો થતા શરદી, ખાંસી, ચામડી જેવા રોગોથી કેવી રીતે બચવું એ તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી, જ્યારે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પણ તબીબોને પ્રશ્નો પૂછી સ્વાસ્થ્યને લઈને લગતી તમામ બીમારીઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંકલેશ્વર બી’ ડિવિઝનના પોલીસ મથકના પોલીસકર્મીઓ અને પ્રાથમિક શાળાના શિક્ષકો અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.