Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : વિશ્વ મહિલા દિવસની ઉજવણી, જયાબેન મોદી હોસ્પિટલમાં સપ્તાહ સુધી વિનામુલ્યે સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાશે

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિશ્વ મહિલા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી

અંકલેશ્વર : વિશ્વ મહિલા દિવસની ઉજવણી, જયાબેન મોદી હોસ્પિટલમાં સપ્તાહ સુધી વિનામુલ્યે સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાશે
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિશ્વ મહિલા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહિલાઓ એક સપ્તાહ સુધી વિનામુલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. 4 માર્ચ શુક્રવારના રોજ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે એક સપ્તાહ દરમ્યાન સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.

આજે તા. 4 માર્ચ શુક્રવારના રોજ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે એક સપ્તાહ દરમ્યાન સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છેજેના અનુસંધાને જયાબેન મોદી હોસ્પિટલમાં મહીલા દિવસ પખવાડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આગામી એક સપ્તાહ દરમ્યાન હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા મહિલાઓને વિવિઘ રોગોનું નિદાન માટે નિશુલ્ક ધોરણે તબીબી સલાહ આપવામાં આવશે, ત્યારે આ મેડિકલ ચેકઅપ કેમ્પનું ઉદઘાટન રોટરી ક્લબના મહીલા અગ્રણી મીરા પંજવાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ગીતા શ્રીવાસ્તવ, દક્ષા શાહ, ડો. અંજના ચૌહાણ સહિતના મહીલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story