અંકલેશ્વર: કાળઝાળ ગરમી વચ્ચે ઉદ્યોગોમાં બરફની માંગમાં વધારો, રોજના આટલા ટન બરફનું થાય છે વેચાણ

ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે.

New Update
અંકલેશ્વર: કાળઝાળ ગરમી વચ્ચે ઉદ્યોગોમાં બરફની માંગમાં વધારો, રોજના આટલા ટન બરફનું થાય છે વેચાણ

અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા વચ્ચે ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફ ઉદ્યોગમાં તેજી આવી છે. ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે. તો કેમિકલ-ફાર્મ-ડાઇસના ઉદ્યોગમાં વપરાતા બરફની માંગમાં મંદી અને આયાત-નિકાસ પર યુઘ્ધના કારણે સર્જાયેલા અસરથી ઘટાડો થયો છે અંકલેશ્વર ખાતેની આઇસ ફેકટરીમાં 6 થી 7 લોકોને રોજગારી આપવામાં આવી રહી છે. અહી એક દિવસમાં બરફની 250 થી 300 પ્લેટ તૈયાર થાય છે. ઉધોગપતિ સમદ ખેરાણીના જણાવ્યા પ્રમાણે અંકલેશ્વરમાં વધતી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો થયો છે.

એશિયન આઈસ ફેકટરીમાં બરફ બનાવવામાં 55 થી 60 કલાકનો સમય લાગે છે. તો કંપનીનું રોજનું ઉત્પાદન અંદાજિત 30 થી 35 ટન છે. બરફ બનાવવામાં કુલ 3 હજાર લિટર પાણીનો વપરાશ થાય છે. 1 કેનમાં 100 લિટર પાણી વપરાય છે.કેનાલ મેન્ટનન્સ માટે 90 દિવસનું શટડાઉન હોય છે ત્યારે ટેનકર મંગાવવા પડે છે વાત જાણે એમ છે કે અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફના ઉદ્યોગો મોટાભાગે કેમિકલ, ઇન્ટરમીડીયેટ, ફાર્મા અને ડાઇઝ કંપનીને બરફ સપ્લાય કરતા હોય છે.

ત્યારે છેલ્લા 2 વર્ષથી રશિયા યુક્રેન સહિત આંતર રાષ્ટ્રીય યુદ્ધના કારણે આયાત-નિકાસ ઉપર ફર્ક પડતા કેમિકલ અને ડાઇસના ઉદ્યોગો પર તેની અસર થઈ છે જેના પરિણામે કેમિકલ અને ડાઇસ ઉત્પાદન પર અસર પડતા બરફ ઉધોગમાં પર તેની અસર વર્તાઇ રહી છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.