Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલની આરોગ્ય સેવામાં વધારો, સહયોગી સંસ્થા દ્વારા સંસાધનોનું અનુદાન

શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ગ્રામ વિકાસ ટ્રસ્ટ, ભરૂચ તેમજ ગીવ ઈન્ડિયા દ્વારા મેડિકલ સેવા માટે જરૂરી સંસાધનોનું અનુદાન આપવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ગ્રામ વિકાસ ટ્રસ્ટ, ભરૂચ તેમજ ગીવ ઈન્ડિયા દ્વારા મેડિકલ સેવા માટે જરૂરી સંસાધનોનું અનુદાન આપવામાં આવ્યું હતું.

ગ્રામ વિકાસ ટ્રસ્ટ, ભરૂચ તેમજ ગીવ ઇન્ડિયાના સહયોગથી અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે મેડિકલ સુવિધા માટે જરૂરી ઉપયુક્ત સંસાધનોનું અનુદાન આપવામાં આવ્યું છે. આ સંસાધનોનું અનુદાન જે.બી. મોદી કેન્સર સેન્ટર તેમજ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના વિવિધ વિભાગો જેવા કે, ઈમર્જન્સી વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, મેડિકલ વિભાગ, ઓર્થો સર્જરી વિભાગ અને બર્ન્સ વિભાગમાં ટ્રોમા ટ્રોલી, લોકર, બેડ અને ટેબલ સહિતના જરૂરી સંસાધનો આપવામાં આવ્યા છે. આ પ્રસંગે સહયોગ આપવા બદલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલની મેનેજમેન્ટ કમિટીના સભ્યો વતી તેમજ મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. અંજના ચૌહાણ, ડેપ્યુટી મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. આત્મી ડેલિવાલા વતી ગ્રામ વિકાસ ટ્રસ્ટના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ રમેશ કાસોંદ્રાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Next Story