અંકલેશ્વર : ગાર્ડન સિટી સ્થિત ઇસ્કોન મંદિરે વ્રજ નંદગાવના મહંત કૃષ્ણ મોરારી ગોસ્વામીનું પ્રવચન યોજાયું, કૃષ્ણભક્તો મંત્રમુગ્ધ થયા...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગાર્ડન સિટી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે પ્રવચનનું આયોજન કરવામાં આવ્યંન હતું, જ્યાં વ્રજ નંદગાવના મહંત પૂજ્ય કૃષ્ણ મોરારી ગોસ્વામીના પ્રવચનથી ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

અંકલેશ્વરની ગાર્ડન સિટી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે ગત બુધવારની રાત્રે વ્રજધામ નંદગાવના ઇસ્કોન મંદિરના મહંત પૂજ્ય કૃષ્ણ મોરારી ગોસ્વામી દ્વારા સુંદર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્રજધામ નંદગાવના મહંત કૃષ્ણમુરારી ગોસ્વામીજી દ્વારા યોજાયેલા પ્રવચનમાં મોટી સંખ્યામાં ઇસ્કોનના અનુયાયીઓ તેમજ કૄષ્ણભક્તો જોડાયા હતા. મહંત પૂજ્ય કૃષ્ણ મોરારી ગોસ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, વ્રજભૂમિ એ પ્રેમની ભૂમિ છે, જ્યાં સર્વત્ર પ્રેમભાવ જોવા મળે છે, અને પ્રેમ એ જ જીવનનું મૂળ ઉદ્દેશ છે. વ્રજભૂમિ એવી ભૂમિ છે, જ્યાં મગજને નહીં ફક્ત હૃદયને જ સ્થાન છે, ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત ઇસ્કોનના અનુયાયીઓ અને કૃષ્ણ ભક્તો મહંત પૂજ્ય કૃષ્ણ મોરારી ગોસ્વામીના સુંદર પ્રવચનથી મંત્રમુગ્ધ થઈ કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી.

Latest Stories