New Update
/connect-gujarat/media/post_banners/9c90d0da41b138cfee893bfd75188241d56086feeb14dac97df0186ad41bb6fa.jpg)
સમગ્ર રાજ્યમાં સર્જાયેલ વીજ કટોકટીના પગલે ઉદ્યોગો પર અઠવાડિયામાં એક દિવસ વીજ કાપ મુકવામાં આવ્યો છે. જેનો ભરૂચ જિલ્લા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખે સ્વીકાર કર્યો છે. AIAના રમેશ ગાબાણીએ જણાવ્યુ હતું કે, ખેડૂતોના સમર્થનમાં ઉદ્યોગોએ પણ થોડો ભોગ આપવો જોઈએ.
અઠવાડિક વીજ કાપના પગલે 24 કલાક ધમધમતા ઉદ્યોગોને નુકશાન થશે તે નક્કી છે. પણ સરકારના આ નિર્ણય અંક્લેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ રમેશ ગાબાણી સહિત AIAના તમામ સભ્યોએ આવકાર્યો છે. ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતોના ઊભા પાકને બચાવવા થોડો ભોગ આપવો પડે તો તે સામે કોઈ વાંધો ન હોવાનું પણ જણાવ્યુ હતું.
Latest Stories