ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પીટલ 1983થી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડતી આવે છે, જ્યાં વર્ષ 2022માં જે.બી.મોદી કેન્સર સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી 2,200થી વધુ દર્દીઓની સારવાર થઈ ચૂકી છે, ત્યારે શ્રીમતી જયાબેન મોદી કેન્સર સેન્ટરને જે.બી.કેમિકલ્સ દ્વારા રૂપિયા 25 લાખ અને ડાઈસ્ટાર ઈન્ડિયા લિમિટેડ દ્વારા રૂપિયા 5.74 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. આ અનુદાન સેવાભાવિરૂપે આપવામાં આવ્યું છે. જેથી જરૂરિયાતમંદ દર્દીઓ કે, જે આર્થિક સમસ્યાના કારણે બીમારી સામે હારી જાય છે, તેવા દર્દીઓને આર્થિકરૂપે સહાય આપી તેમની હિંમત વધારવી અને તેઓ નવા સ્વરૂપમાં આવી નવા જીવનની શરૂઆત કરે તેવા સેવાભાવથી અનુદાન કરવામાં આવ્યું છે. આજ સેવાભાવ સમગ્ર વર્ષ દરમિયાન જે.બી.કેમિકલ્સ દ્વારા રૂ. 1.25 કરોડનું અનુદાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પીટલ વતી ટ્રસ્ટી કમલેશ ઉદાની, ડો. નીનાદ ઝાલા, ડો. આત્મી દેલીવલા દ્વારા બન્ને સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી કેન્સર સેન્ટરને જે.બી.કેમિકલ્સ-ડાઈસ્ટાર ઈન્ડિયા લિ. દ્વારા અનુદાન અર્પણ
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પીટલ 1983થી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડતી આવે છે,
New Update
Latest Stories