/connect-gujarat/media/post_banners/fd83fd2cf997e9feb6271333c262914b7a9006a19a9ba6ad7475903e49a32965.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામની સગીરાને ગામની સીમમાં આવેલ ખેતરમાં લઇ જઈ બળજબરીપૂર્વક વારંવાર 2 વાર દુષ્કર્મ ગુજારનાર 2 નરાધમોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર તાલુકામાં ફરી બળાત્કાર અને છેડતીના બનાવો વધી રહ્યા છે, ત્યારે મળતી માહિતી અનુસાર, ગત તા. 7મી માર્ચના રોજ અંકલેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી 15 વર્ષીય સગીરાને ગામમાં જ રહેતો એક શખ્સ સોસાયટીના ગ્રાઉન્ડ પાસેથી પોતાની બાઈક ઉપર બેસાડી ગામની સીમમાં લઇ ગયો હતો, જ્યાં સગીરાને ગોંધી રાખી તેના મિત્ર સાથે મળી આખી રાત વારાફરથી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી તેણીને પીખી નાખી હતી. જે બાદ તા. 9મી માર્ચના રોજ 12 કલાકે દુષ્કર્મ ગુજારનારે સગીરાને ગામની શાળા પાસે બાઈક ઉપર મુકી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે સગીરાએ પરિવાજનોને જાણ કરતા તેણીના પિતાએ અંકલેશ્વર બી’ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ તેમજ એટ્રોસીટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બન્ને નરાધમોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ ભેગા કરી વધુ તપાસ હાથ ધરી છે.