Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : કોસમડીની આદર્શ નિવાસી શાળામાં જરૂરિયાતમંદ બાળકોને વિનામુલ્યે પતંગ-દોરીનું વિતરણ કરાયું...

અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત મહાદેવ પતંગ મેળાના સંચાલક દિનેશ ખોંડે છેલ્લા 4 વર્ષથી પતંગ અને દોરીનો વેપાર કરે છે.

X

મકરસંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત મહાદેવ પતંગ મેળા દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વિનામુલ્યે પતંગ અને દોરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત મહાદેવ પતંગ મેળાના સંચાલક દિનેશ ખોંડે છેલ્લા 4 વર્ષથી પતંગ અને દોરીનો વેપાર કરે છે. અને તેમાંથી થતી આવકમાંથી જરૂરિયાતમંદ બાળકો, વૃદ્ધ અને મહીલાઓ માટે દાન પણ કરે છે. મૂળ મહારાષ્ટ્રના અને હાલ અંકલેશ્વર ખાતે પોતાના વ્યવસાય સાથે મકરસંક્રાંતિ નિમિત્તે તેઓ પતંગ અને દોરીનો વ્યવસાય કરે છે. જોકે, પતંગમાં પણ તેઓ અનોખા અંદાજમાં વ્યવસાય કરે છે. અંકલેશ્વરમાં ફક્ત કિન્ના બાંધેલા પતંગ માત્ર મહાદેવ પતંગ મેળામાં મળી આવે છે. તેવામાં અંકલેશ્વરના કોસમડી સ્થિત આદર્શ નિવાસી કુમાર શાળા ખાતે મહાદેવ પતંગ મેળાના સંચાલક અને તેમના મિત્રો દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વિનામુલ્યે પતંગ અને દોરી સહિત હેલ્થ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ દિનેશ ખોંડે અને તેમના મિત્રોનો આભાર માન્યો હતો.

Next Story