અંકલેશ્વર: ONGC ઓવરબ્રીજ પર પતંગના દોરાથી રક્ષણ આપતા તાર લગાવાયા,વાહનચાલકોને મળશે રક્ષણ

New Update
અંકલેશ્વર: ONGC ઓવરબ્રીજ પર પતંગના દોરાથી રક્ષણ આપતા તાર લગાવાયા,વાહનચાલકોને મળશે રક્ષણ

ભરૂચ બાદ અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ઑ.એન.જી.સી.બ્રિજ ઉપર વાહનચાલકોને પતંગના દોરાથી બચાવવા માટે કેબલ તાર બાંધવામાં આવ્યા છે

Advertisment

મકરસંક્રાંતિ પર્વ પૂર્વે પતંગના દોરાથી વાહન ચાલકોને રક્ષણ મળે તે માટે ભરૂચ નગર પાલિકા દ્વારા ભૃગુઋષિ બ્રીજ ઉપર તાર બાંધવામાં આવ્યા છે જેને લઇ આજરોજ અંકલેશ્વર નગર પાલિકા વાહન ચાલકોની સેફ્ટી માટે ઑ.એન.જી.સી.બ્રિજ ઉપર પોલની બંને બાજુ કેબલ તાર લગાવવામાં આવ્યા છે અને પતંગના દોરાથી કોઈપણ વાહન ચાલકનું ગળું નહી કપાઈ તે માટે પગલા લેવામાં આવ્યા છે.ત્યારે વાહન ચાલકો બાઈક ઉપર આગળ સળિયા લગાવી બાળકોને આગળ નહી બેસાડવા તકેદારી રાખે તે અત્યંત જરૂરી છે.

Advertisment