અંકલેશ્વર : બિહારી સમાજના આગેવાનોએ કરી બિહાર દિવસની ઉજવણી, એકમેકને શુભેચ્છા પાઠવી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વસતા બિહારી સમાજના આગેવાનોએ બિહાર દિવસની ભવ્ય ઉજવણી કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.

New Update
અંકલેશ્વર : બિહારી સમાજના આગેવાનોએ કરી બિહાર દિવસની ઉજવણી, એકમેકને શુભેચ્છા પાઠવી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વસતા બિહારી સમાજના આગેવાનોએ બિહાર દિવસની ભવ્ય ઉજવણી કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisment

ભરૂચ જિલ્લામાં વિકાસની ગતિ હરણફાળ ગતિ હોય, એવામાં દેશભરમાંથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વસતા બિહારી સમાજના આગેવાનોએ બિહાર દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે કેક કાપીને બિહાર દિનની ઉજવણી દરમિયાન હિન્દી ભાષા ભાસી સેલના ગુજરાત પ્રદેશના સદસ્ય રાજીવ કુમાર,રત્નેસ સિંઘ, ચંદન ઠાકોર, નવીન ઝહા સહિતના અંકલેશ્વર ખાતે વસતા બિહારી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. એકબીજાનું મોઢું મીઠું બિહાર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાત જેવી રીતે વિકાસશીલ બની રહ્યું છે, તે રીતે બિહારને પણ ગતિશીલ બનાવવામાં આવે તેવી બિહારના મુઝફ્ફપુરના સાંસદ અજયસિંહ નિષાદને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે.

Advertisment