અંકલેશ્વર: લાયન્સ ક્લબ દ્વારા ઇન્ટરનેશનલ વુમેન્સ ડે નિમિત્તે સેમીનાર યોજાયો,મહિલાઓને ફિટનેશ અંગેનું અપાયુ માર્ગદર્શન

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઇન્ટરનેશનલ વુમેન્સ ડે નિમિત્તે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
અંકલેશ્વર: લાયન્સ ક્લબ દ્વારા ઇન્ટરનેશનલ વુમેન્સ ડે નિમિત્તે સેમીનાર યોજાયો,મહિલાઓને ફિટનેશ અંગેનું અપાયુ માર્ગદર્શન

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઇન્ટરનેશનલ વુમેન્સ ડે નિમિત્તે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કે પટેલ હોલ ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઇન્ટરનેશનલ વુમેન્સ ડે નિમિત્તે સેમીનાર યોજાયો હતો.

જેમાં ગૃહિણીઓ માટે ફીટનેશ અને ફીઝીયોથેરાપી અંગે ડો.રશ્મી પટેલે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ સેમીનારમાં એ.આઈ.એ. પ્રમુખ જશું ચૌધરી,લાઈન્સ ચેરમેન દિપક રૂપારેલ,લાયન્સ કલ્બ મહિલા પ્રમુખ વૈશાલી પટેલ,લાયન્સ પ્રમુખ શૈલેષ પટેલ,પ્રોજેક્ટ ચેરમેન સુનીતા ગજેરા,પ્રેરણા પટેલ અને હેતલબેન સહીત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. 

 

Latest Stories