અંકલેશ્વર : માવઠાના કારણે કેરી સહિત ડાંગરના પાકને નુકશાન, ખેડૂતો ચિંતામાં મુકાયા...

વરસાદના કારણે મોર ખરી પડતાં કેરીના પાકને મોટું નુકશાન થયું છે.

અંકલેશ્વર : માવઠાના કારણે કેરી સહિત ડાંગરના પાકને નુકશાન, ખેડૂતો ચિંતામાં મુકાયા...
New Update

ભરૂચ શહેર તથા જિલ્લામાં ગઇકાલે સાંજે મોસમે મિજાજ બદલતાં વાતાવરણમાં અચાનક પલટો આવી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જે બાદ અચાનક અલગ અલગ વિસ્તારોમાં છુટાછવાયાં વરસાદી ઝાપટા પડતાં માટીની સુગંધ પંથકમાં પ્રસરી ગઇ હતી. જોકે ગણતરીના 5-10 મીનીટ સુધી વરસાદ વરસ્યા બાદ તુરંત થંભી ગયો હતો. અચાનક પડેલાં વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોમાં ઉભા પાકમાં નુકશાન થાય તેવી ભિતી સેવાઇ છે. અંકલેશ્વર તાલુકા જૂના દીવા ગામે આંબાવાડીમાં હાલમાં આંબાને મોર આવી ગયા હોય, ત્યારે વરસાદના કારણે મોર ખરી પડતાં કેરીના પાકને મોટું નુકશાન થયું છે.

તો બીજી તરફ, ગત રોજ વરસેલા ભારે પવન સાથેના વરસાદના પગલે સમગ્ર રાજ્યમાં ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે હજાત ગામે પણ વરસેલા માવઠાના પગલે ડાંગરના પાકને નુકશાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોએ ડાંગરનો પાક તૈયાર થતાં વાઢી લીધો હતો. જોકે, ખેતરમાં પાથરેલો ડાંગરનો પાક કમોસમી વરસાદમાં પલળી જતાં ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે, ત્યારે હાલ તો સરકાર દ્વારા સર્વે કરાવી ખેડૂતોને થયેલ નુકશાની સામે વળતર ચૂકવાય તેવી માંગ ઉઠી છે.

#Ankleshwar #mango #Loss #paddy crops #flood #farmers
Here are a few more articles:
Read the Next Article