અંકલેશ્વર : ગોલ્ડન પાલ્મની કેપિટલ ફાઈનાન્સના સંચાલકે 17થી વધુ લોકો સાથે કરી છેતરપિંડી..!

કેપિટલ ફાઈનાન્સ કન્સલ્ટન્સીના સંચાલક દ્વારા 70 જેટલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે ઠગાઈ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે...

અંકલેશ્વર : ગોલ્ડન પાલ્મની કેપિટલ ફાઈનાન્સના સંચાલકે 17થી વધુ લોકો સાથે કરી છેતરપિંડી..!
New Update

અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન પાલ્મ ખાતે કેપિટલ ફાઈનાન્સ કન્સલ્ટન્સીના નામે ઠગ 17થી વધુ લોકોને લોન આપવાના બહાને છેતરી પલાયન થતા ભોગ બનનારોએ પોલીસને રજૂઆત કરી હતી. મળતી માહિતી અનુસાર, ન્યૂઝ પેપરમાં લોભામણી જાહેરાતો થકી અંકલેશ્વરમાંથી છેતરપીંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર આવેલ ગોલ્ડન પાલ્મ પ્લાઝાના બીજા માળે કેપિટલ ફાઈનાન્સ કન્સલ્ટન્સીના સંચાલક દ્વારા 70 જેટલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે ઠગાઈ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે...

જેમાં લોકોને 4 ટકા વ્યાજે લોન આપવાની લોભામણી જાહેરાત કરી ગ્રાહક દીઠ રૂપિયા 4,500 પ્રોસીસિંગ ફાઈલ ચાર્જ વસુલી લોન નહીં આપી પલાયન થઇ જતા 5થી વધુ લોકોએ કેપિટલ ફાઈનાન્સ કન્સલ્ટન્સીએ જઈને તપાસ કરતા તે ઓફિસને તાળું મારી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળતા છેતરપીંડીના ભોગ બનનાર લોકોએ અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકે અરજીરૂપી ફરિયાદ નોંધાવી આવા લેભાગુ ઇસમની અટકાયત કરવામાં આવે તેવી માંગ કરી છે...

#Ankleshwar #GujaratConnect #Golden Palm Capital Finance Ankleshwar #Golden Palm Capital Finance #ગોલ્ડન પાલ્મની કેપિટલ ફાઈનાન્સ #છેતરપિંડી #કેપિટલ ફાઈનાન્સ કન્સલ્ટન્સી #Capital Finance Consultancy
Here are a few more articles:
Read the Next Article