New Update
/connect-gujarat/media/post_banners/3ee905893365a898355e9a1e827b7fa8e53ebf05ab78a2c9fce266c4befa3f1a.webp)
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોલ ખાતે મેથીલ સમાજ એકતા મંચના પાંચમાં વાર્ષિક સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ ઉત્તર ભારતીય સમાજના પ્રમુખ એલ.બી. પાંડે ઉદ્યોગપતિ બી.કે.ઝા, ભૂમિહાર એકતા મંચના પ્રમુખ સંતોષ પ્રધાને અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી. મેથીલ સમાજના પ્રમુખ નવીન ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લામાં વસતા મેથીલ સમાજના 1100થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દેશના કલ્યાણ તેમજ સમાજ કલ્યાણ માટે આ સંમેલનમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
Latest Stories