/connect-gujarat/media/post_banners/2c6c8ecdda566a54b48c8d3187afb26183f2437f61de44585c922e423e4d6c89.webp)
અંકલેશ્વર ઉદ્યોગમંડળના પ્રતિનિધિ સાથે આજરોજ ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રાલયના મંત્રી કુંવળજી હળપતિએ ટૂંકા રોકાણ દરમ્યાન વાતચીત કરી હતી ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી આજરોજ ગાંધીનગર ખાતે જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં અંકલેશ્વર ખાતે ટૂંકું રોકાણ કર્યું હતુ.
તેઓએ અંકલેશ્વર ઉદ્યોગમંડળની કચેરી ખાતે સ્થાનિક ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે વાટાઘાટ કરી હતી અને સ્થાનિક ઉદ્યોગોને સંલગ્ન માળખાકીય સુવિધાઓમાં નડતી સમસ્યાઓ અંગેની માહિતી મેળવી હતી તેમજ તેના નિરાકરણ અર્થે વિવિધ મંત્રાલયને રજૂઆત કરી સમસ્યાઓનું નિરાકરણ આવે તે દિશામાં પ્રયત્નો કરવા ખાતરી ઉચ્ચારી હતી. આ બેઠકમાં ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુ ચૌધરી, માજી પ્રમુખ મહેશ પટેલ, નોટિફાઈડ વિભાગના ચેરમેન મનસુખ વેકરીયા, સદસ્યો પ્રવીણ તેરૈયા, હર્શદ પટેલ, નટુ ભાઈ પટેલ,ધર્મેશ ડોબરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા