/connect-gujarat/media/post_banners/9c95966101d00636654de6d1557508f1980ad16990e6d95e320263e4381d3187.webp)
અંકલેશ્વરના સારંગપુર ગામે સગીર બાળક ગુમ થયા બાદ મળી આવેલી તેની લાશમાં ફરિયાદી માતા અને કાકા જ હત્યારા હોવાનો અને 8 વર્ષથી ચાલતા પ્રેમ સંબંધમાં ઉત્તરપ્રદેશ SOGમાં ડ્રાઈવર રહેલા કાકાએ પ્લાન ઘડી કાઢ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
અંકલેશ્વર તાલુકાના સારંગપુરમાં સોનમ સોસાયટીમાં રહેતા મૂળ UP ના સત્યપ્રકાશ સિવરામસિંહ યાદવનાનો 13 વર્ષીય દિકરો ક્રિષ્ણા સત્યપ્રકાશ યાદવ સપ્તાહ પહેલા પિતા સાથે સાયકલ લઈ ગયા બાદ પરત ફર્યો ન હતો સગીર ક્રિષ્ણાની માતા મમતાદેવીએ પોતાના પુત્ર ગુમ થવા અંગે કૌટુંબિક કુંવારા દેવરને સાથે રાખી અંક્લેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેની લાશ મળી આવતા હત્યાની કલમ પણ ઉમરાઇ હતી.પોલીસે સ્થળ વીઝીટ કરી તપાસ કરતા ક્રિષ્ના છેલ્લે તેના કાકા ભગવંતસીંગ ઉર્ફે શૈલેન્દ્રસિંહ યાદવ સાથે જોવા મળ્યો હતો.પોલીસે કાકા ભગવંતસિંહને ઉઠાવી પૂછપરછ કરતા બીજી પણ હત્યાનો પ્લાન હોવાનો ખુલાસો થયો હતો. છેલ્લા 8 વર્ષથી મૃતકની માતા મમતાદેવી અને ભગવંતસિંહને અનૈતિક સંબંધ હતો. માતા મમતાદેવીએ હંમેશા માટે એક્બીજાની સાથે રહી શકાય તે માટે પુત્ર ક્રિષ્ણાને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું.UP પોલીસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો કુંવારો ભગવંતસીંગનો કૌટુંબિક ભાઇ સત્યપ્રકાશની પત્ની મમતાદેવી સાથે છેલ્લા આઠેક વર્ષથી લગ્ન બાહ્યત્તર પ્રેમ સંબંધ હતો. બન્ને એકબીજા સાથે રજીસ્ટર મેરેજ કરવા મુળ વતનથી કાનપુર કોર્ટમાં ગયા હતા. જ્યાં વકીલે સલાહ આપેલ કે જ્યાં સુધી મમતાદેવીના છુટાછેટા કે વિધવા ન થાય ત્યાં સુધી તેઓ રજીસ્ટર મેરેજ કરી શકશે નહિ.જે બાદ દિયર અને પરણીતાએ મળી પ્રથમ હોશિયાર પુત્ર ક્રિષ્ના અને ત્યાર બાદ પતિ સત્યપ્રકાશને પોતાના રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું બન્ને ક્રિષ્ણાને રસ્તામાંથી હટાવવા યોગ્ય સમયની રાહ જોતા હતા અને 23 જાન્યુઆરીએ મોકો મળતા સાંજે કાકા ભગવંતસીંગ રસ્તામાં તેને મળી સાયકલ પર બેસાડી ઉછાલી ગામ તરફ અવાવરૂ જગ્યામાં લઇ ગયો હતો. પાછળથી પકડી ગળું દબાવી હત્યા કરી ક્રિષ્ણાના કપડા કાઢી લઇ લાશને પાણીમાં ફેંકી દીધી હતી. પોલીસે બન્ને હત્યારાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે