Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ડી.એ.આનંદપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા યોજાય, સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડી.એ.આનંદપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડી.એ.આનંદપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ સભ્યના મત ક્ષેત્રમાં શિક્ષણ સાથે અભ્યાસમાં બાળકોની રુચિ વધે તેમજ રમત ગમત થકી બાળકોમાં રહેલ સુસુપ્ત શક્તિ બહાર લાવાના હેતુથી રમશે ભરૂચ, જીતશે ભરૂચ હેઠળ ભરૂચ જિલ્લા રમત ગમત સેલ દ્વારા સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

નર્મદા જિલ્લા બાદ સાંસદ મનસુખ વસાવા દ્વારા ગતરોજ ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ સ્થિત સાંઈ મંદિર નજીક સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડી.એ.આનંદપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં યોગા, સ્કેટિંગ, કેરમ અને સ્વિમિંગ જેવી સ્પર્ધાઓમાં 265 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને સાંસદ મનસુખ વસાવા, પૂર્વ સહકાર મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નોટીફાઈડ ભાજપના પ્રમુખ જશું ચૌધરી સહિતના આગેવાનો તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story