Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પાનોલી ઉદ્યોગ મંડળની આગામી તા. 20 એપ્રિલના રોજ યોજાશે ચૂંટણી...

X

અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાશે

મેનેજીંગ કમિટીની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું

આગામી તારીખ 20 એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે

જનરલ કેટેગરીની 6 અને રિઝર્વ કેટેગરીની 10 બેઠક

અત્યાર સુધીમાં ઉદ્યોગ મંડળની ચૂંટણીના 2 ફોર્મ રદ્દ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી આગામી તારીખ 20મી એપ્રિલના રોજ યોજાય રહી છે. વર્ષોથી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાતી નથી. સર્વ સંમતિથી અને સહમતિથી ચૂંટણીને ટાળવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે કંઈક પરિસ્થિતિ અલગ છે. તા. 5મી એપ્રિલના રોજ પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણીની ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. જેમાં જનરલ કેટેગરીમાં 10 ફોર્મ અને રિઝર્વ કેટેગરીમાં 5 ફોર્મ આવ્યા છે.

આ અંગે પાનોલી ઉદ્યોગ મંડળના વર્તમાન પ્રમુખ બી.એસ.પટેલે જણાવ્યું હતું કે, જનરલ કેટેગરીમાં 10 ફોર્મ આવ્યા હતા. જેમાંથી 3 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. જેમાં સતત 3 વર્ષ સુધી પાનોલી ઉદ્યોગ મંડળના સભ્ય રહી ચૂક્યા હોય તે જ ઉમેદવારી નોંધાવી શકે છે. જેના કારણે 1 ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય 2 ફોર્મ એટલા માટે રિજેક્ટ કરવામાં આવ્યા છે. કારણ કે, એક જ ઉમેદવારે 2 જગ્યાએ 2 ફોર્મમાં સહી કરી હતી, એટલે કુલ 3 ફોર્મ રદ્દ થયા છે. રિઝર્વ કેટેગરીની વાત કરીએ તો 4 બેઠકો પૈકી 5 ફોર્મ આવ્યા છે. આ અંગે વધુમાં બી.એસ.પટેલે જણાવ્યું હતું કે, અમે સામાન્ય રીતે ચૂંટણી ટાળવાનો પ્રયાસ કરીએ છીએ, અને વર્ષોથી એ પ્રયાસ અમારો સફળ જાય છે, અને સર્વ સંમતિથી અમે ચૂંટણીના ખર્ચને ટાળવા માટે આ પગલું ઉઠાવીએ છીએ. પરંતુ કદાચ આ વખતે એવું બની શકે કે, ચૂંટણી થાય છતાં પણ અમારા પ્રયત્નો રહેશે કે, ચૂંટણીની પ્રક્રિયા ન થાય.

Next Story