Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: જુના છાપરા ગામે અનોખું વનકવચ ઉભુ કરાયુ,જાપાની ટેકનોલોજીની લેવાય મદદ

અંકલેશ્વરના જુના છાપરા ગામમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અનોખુ વન કવચ ઊભું કરવામાં આવ્યું હતું.

X

અંકલેશ્વરના જુના છાપરા ગામમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અનોખુ વન કવચ ઊભું કરવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લામાં જંગલ વિસ્તાર નષ્ટ થઈ રહ્યો છે.જેને પગલે વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને કોંક્રિટના જંગલોમાં વસવાટ કરવાનો વારો આવ્યો છે ત્યારે અંકલેશ્વર તાલુકાના જૂના છાપરા ગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વનકવચ ઊભું કરવામાં આવ્યું છે.જેમાં ઓછી જગ્યામાં વધુમાં વધુ પ્રમાણમાં વૃક્ષોનું આવરણ વધે તે માટે એક પદ્ધતિ વિકસાવવામાં આવી છે.જાપાનના વૈજ્ઞાનિક અકિરા મિયાવાંકી દ્વારા બે છોડ વચ્ચે ઓછું અંતર રાખી વધુ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે.આ વન કવચમાં 1 હેક્ટરમાં કુલ 10,846 વૃક્ષોનું વાવેતર કરાયું છે.જે માત્ર 20 થી 30 વર્ષના સમયગાળામાં મોટું જંગલ તૈયાર થવાની આશા સેવાઇ છે.તેમાં અલગ અલગ 49 પ્રજાતિના લીમડો, કણજી, ખાટી આંબલી, ગોરસ આંબલી, જમરૂખ, દાડમ, સેતુર, બદામ, ટીમરૂ, ફણસ, સીતાફળ સહિતનો સમાવેશ થાય છે. જ્યારે ગામના લોકો માટે પણ બગીચો, વોક -વે અને કસરત કરવાનાં સાધનો મૂકવામાં આવ્યા છે.

Next Story