અંકલેશ્વર : બોરભાઠા બેટના સરદાર આવાસમાંથી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ...
ભરૂચ જિલ્લામાં દારૂ જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા પોલીસ વિભાગ દ્વારા લાલઆંખ કરવામાં આવી રહી છે,
BY Connect Gujarat Desk19 March 2023 10:10 AM GMT

X
Connect Gujarat Desk19 March 2023 10:10 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બોરભાઠા બેટ સરદાર આવાસના એક મકાનમાંથી 9,600 રૂપિયાની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં દારૂ જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા પોલીસ વિભાગ દ્વારા લાલઆંખ કરવામાં આવી રહી છે, અને એક બાદ એક દારૂ સહિતની ગેરકાયદેસર પ્રવુતિઓ પર રેડ કરી બુટલેગરો સહિતના ઈસમોને જેલના સળિયા ગણાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે બાતમીના આધારે બોરભાઠા બેટના સરદાર આવાસમાં રહેતા એક ઇસમના મકાનમાં રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલ મળી રૂપિયા 9 હજાર ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Next Story