Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: રોટરી ક્લબ દ્વારા વિકલાંગો માટે ઓપરેશન તપાસ શિબિર યોજાય, કુત્રિમ અંગોનું પણ કરવામાં આવશે વિતરણ

રોટરી કલબ ઓફ અંકલેશ્વર દ્વારા જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે વિકલાંગો માટે ઓપરેશન તપાસ શિબિર યોજાય હતી જેમાં કુત્રિમ અંગો અંગેનું માપ પણ લેવામાં આવ્યું હતું

X

રોટરી કલબ ઓફ અંકલેશ્વર દ્વારા જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે વિકલાંગો માટે ઓપરેશન તપાસ શિબિર યોજાય હતી જેમાં કુત્રિમ અંગો અંગેનું માપ પણ લેવામાં આવ્યું હતું

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિવિધ સેવાકાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક કાર્યક્રમનુ આયોજન કરવામાં હતું. ઉદેપુરની નારાયણ સેવા સંસ્થાનના સહયોગથી આયોજીત વિકલાંગો માટે ઓપરેશન તપાસ શિબિરમાં વિકલાંગોના ઓપરેશન માટેની તબીબો દ્વારા તપાસ કરવામાં આવી હતી. તો સાથે જ કુત્રિમ અંગો અંગેનું માપ પણ લેવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 300થી વધુ વિકલાંગો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. વિકલાંગો માટે કુત્રિમ અંગો તૈયાર થઈ ગયા બાદ તેઓને વિતરણ કરવામાં આવશે. આજરોજ આયોજિત શિબિરમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,તાલુકા પંચાયતના પ્રમુખ અનિલ પટેલ,અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરી, પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી.એસ.પટેલ, ઝઘડીયા ઉદ્યોગ મંડળના પ્રમુખ અશોક પંજવાણી, મીરા પંજવાણી, રોટરી કલબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ અર્પણ સુરતી સહિતના આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા

Next Story