Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: નેશનલ ગેમ્સની ઉજવણીની જનજાગૃતિ માટે રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન

અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે 36મી નેશનલ ગેમ્સની જન જાગૃતિના ભાગરૂપે રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

X

અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે 36મી નેશનલ ગેમ્સની જન જાગૃતિના ભાગરૂપે રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે રમતગમતની પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે તે માટે 36મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન રમત દ્વારા એકતાની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે અંકલેશ્વર વહીવટીતંત્ર દ્વારા 36મી નેશનલ ગેમ્સનો રસ્સા ખેંચ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાં લોક તાંત્રિક પરંપરાની જાળવણી અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા આ 36મી નેશનલ ગેમ્સ સ્પર્ધામાં ખેલ મહાકુંભ ૧૧ની શ્રેષ્ઠ શાળાઓને ચેક વિતરણ અને શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી નૈતીકા પટેલ,પાલિકા પ્રમુખ વિનય વસાવા,મામલતદાર કરણસિંહ રાજપૂત,શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટના એડમિનિસ્ટ્રેટર ચિરાગ શાહ,એડમીન ટ્રેઝરર બળવંત પટેલ અને શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ આમંત્રિતો સહીત રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story