Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પાનોલી રેલવે ફાટક બંધ રહેતા ગ્રામજનોને હાલાકી, ફાટક પુન: શરૂ કરવા માંગ

પાનોલી તથા બીજા અન્ય ગામોના લોકોએ કલેકટર ને આવેદનપત્ર પાઠવી રેલવે કામગીરીના કારણે છ મહિના માટે બંધ કરાયેલ ફાટક રીઓપન કરવાની માંગણી કરવામાં આવી

X

પાનોલી તથા બીજા અન્ય ગામોના લોકોએ કલેકટર ને આવેદનપત્ર પાઠવી રેલવે કામગીરીના કારણે છ મહિના માટે બંધ કરાયેલ ફાટક રીઓપન કરવાની માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્ર માં જણાવાયું છે કે જાહેરનામામાં પાનોલી ગામના મધ્યેથી નીકળતી રેલ્વે ફાટક નં .૧૬૫ પર તારીખ : ૦૧/૦૧/૨૦૨૨ થી ૩૦/૦૬/૨૦૨૨ સુધી વાહન વ્યવહાર બંધ કરવાન હુકમ કરવામાં આવેલ છે. જે માટે વૈકલ્પિક વાહન વ્યવહાર માટે પાનોલી રેલ્વે સ્ટેશનથી પશ્ચિમ તરફના વાહનોને ઉમરવાડા થી એલ.સી. ૧૬૯ થઈને અન્સાર માર્કેટ થઈને નેશનલ હાઈવે ૪૮ પરથી પસાર થવાનું જણાવવામાં આવેલ છે અને પૂર્વ તરફથી પણ આજ રસ્તાનો ઉપયોગ કરવાનું જણાવવામાં આવેલ છે .

પરંતુ ઉમરવાડાનો આ વૈકલ્પિક રસ્તો વાહન વ્યવહાર માટે યોગ્ય નથી અને પાનોલીથી અન્સાર માર્કેટનો રોડ બિસ્માર હાલતમાં છે . જેની તપાસ કરી યોગ્ય નિર્ણય લેવા અરજ કરવામાં આવી તે ઉપરાંત જણાવાયું છે કે જાહેરનામામાં કાર્યપાલક ઈજનેર અને પોલીસ અધિકક્ષક નો હકારાત્મક અભિપ્રાય ના આધારે ઉપરોકત જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે પરંતુ આજ દિન સુધી કાર્યપાલક ઈજનેર કે પોલીસ અધિક્ષક તરફથી સરપંચ , તથા ગ્રામ પંચાયતના સભ્ય , કોઈ પણ ગામની વ્યકિત કે કોઈ ગામના વડીલોનો જવાબ લેવામાં આવેલા ન હોવાનો આક્ષેપ પણ કરાયો છે..પાનોલી તથા પાનોલીના આજુબાજુના ગામોમાં આપાતકાલીન સ્થિતિમાં તથા હાર્ડ એટેક કે ડિલેવરીની સ્થિતીમાં કે માર્ગ અકસ્માતમાં તથા આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને બોલાવવા માટે જયાં એક કિલોમીટરમાં પહોંચાય છે ત્યારે હુકમનામામાં ઉલ્લેખ કરેલ રસ્તો ૧૫ કિલોમીટર થી વધુ થઈ જાય છે. જેથી કરીને આપાતકાલીન સ્થિતિમાં પહોંચી શકાય તેમ નથી . પાનોલી તથા તેની આજુબાજુના ગામોમાંથી ધણા લોકો નોકરી ધંધા અર્થે પાનોલી જી.આઈ.ડી.સી. માં જાય છે જેને પણ ધ્યાને લઈ જાહેરનામુ રદ કરી પાનોલી તથા પાનોલીની આજુબાજુના ગામ લોકોના હિતમાં રેલ્વે ફાતક નં .૧૬૫ ને રીઓપન કરવાની માંગ કરવા સાથે તે શકય ન હોય તો પાનોલી ગામ રેલ્વે ફાટક નજીક બે ગળનારા આવેલા છે તેની વૈકલ્પિ રસ્તા માટે મંજુરી આપી રસ્તો બનાવી આપવા ગ્રામજનો એ જિલ્લા કલેકટર ને રજુઆત કરી છે..

Next Story