Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : એમેઝોનમાંથી પાર્સલ નહીં આવતા યુવાને કર્યો કસ્ટમર કેરમાં ફોન, પછી જુઓ શું થયું...!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેતા યુવાને એમેઝોનમાંથી મંગાવેલ પાર્સલ નહીં આવતા ફોન કર્યો હતો.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેતા યુવાને એમેઝોનમાંથી મંગાવેલ પાર્સલ નહીં આવતા ફોન કર્યો હતો. જેમાં ઠગબાજે વાતોમાં વ્યસ્ત રાખી ખાતામાંથી 83 હજાર રૂપિયા ઓનલાઇન ઉપાડી લીધા હતા.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અક્ષય લાખીયાએ એમેઝોનમાંથી 650 રૂપિયાના ડાયપર પેકેટનો ઓડર કર્યો હતો. જોકે, 2 દિવસ થવા છતાં પાર્સલ નહીં આવતા તેણે ગુગલમાં એમેઝોનના કસ્ટમર કેરનો નંબર શોધી ફોન કર્યો હતો. પ્રથમ નંબર વ્યસ્ત બતાવ્યો હતો. જે બાદ પુનઃ ફોન કરતા લાગ્યો હતો. તેઓ પાર્સલ અંગે વાત કરતા તમારું પાર્સલ નથી આવ્યું તો રૂપિયા રિફંડ જોઈએ તો ઓનલાઇન રિફંડ કરી આપવાનું ઠગબાજે કહ્યું હતું. ભેજાબાજે ફોન પર વાતચીત દરમિયાન “રૂપિયા પરત કર્યા છે, તમે ઓનલાઇન બેલેન્સ ચેક કરી લો” કહેતા જ ફરિયાદીએ બેંક ખાતાની તપાસ કરતાં SBI અને HDFC બેંકના ખાતામાંથી 83 હજાર રૂપિયા ઉપડી ગયા હતા. ગઠિયાએ 3 વખતમાં આ રૂપિયા ઉપાડી લીધા હતા. બનાવ બાદ ગભરાયેલા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ તો પોલીસે અરજી લઇ આગળની તપાસ શરૂ કરી છે. જોકે, એક સપ્તાહ જેતાળો સમય વીતી ગયો હોવા છતાં પણ અક્ષય લાખીયાને તેમના રૂપિયા પરત મળ્યાં નથી.

Next Story