/connect-gujarat/media/post_banners/1c0eb47e46781420b22c4ecf027903b12b87a872a7e4c6ff0a3612ff12dbc68f.jpg)
અંકલેશ્વરના કોસમડી ગામની સીમમાં ગુજરાત વકફ બોર્ડની પરવાનગીના હુકમનો ખોટો પત્ર બનાવી ભાડા કરાર કરી છેતરપિંડી કરનાર પાંચ પૈકી ત્રણ આરોપી ટ્રસ્ટીઓને જી.આઈ.ડી.સી.પોલીસે ઝડપી પાડ્યા હતા
ઓલપાડના સોંસક ગામના પાદર ફળિયામાં રહેતા પ્રકાશ ભીખુ પટેલ અંકલેશ્વર તાલુકા સેવા સદનમાં આવેલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં સબ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. તેઓની કચેરીમાં ગત તારીખ-9-2-23ના રોજ કોસમડી ગામની સીમમાં આવેલ ખાતા નંબર-378 બ્લોક સર્વે નંબર-809 વાળી મિલકત અંગેનો ભાડા પટ્ટાનો કરાર લઈને કોસમડી મસ્જિદ મદ્રેસાના ટ્રસ્ટી યાકુબ યુસુફ નાંધલા અને ભાડે લેનાર ધાર્મિક રમેશ ગોધાણી આવ્યા હતા જેઓએ ગુજરાત વકફ બોર્ડના પરવાનગીનો ખોટો પત્ર રજૂ કર્યો હોવાનું સબ રજીસ્ટ્રાર પ્રકાશ પટેલના ધ્યાન પર આવતા તેઓએ ટ્રસ્ટી યાકુબ યુસુફ નાંધલા વિરુધ્ધ જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી છેતરપિંડી કરનાર પાંચ પૈકી ત્રણ આરોપી ટ્રસ્ટીઓ બશીર ઇસ્માઇલ પટેલ,યુશુફ મોહંમદ નાંધલા સહિત ત્રણને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.