/connect-gujarat/media/post_banners/e166d255a6f91762514ddb3f2b16e770b0ad8ab5788ae431f179fa0a98b18491.webp)
અંકલેશ્વર શહેર પોલીસે સુરવાડી બ્રિજ ઉપર વાહન ચેકીંગ હાથ ધરી એક વર્ષ પહેલાં ચોરી થયેલ બાઈક સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર શહેરમાં બનતા મિલકત સંબંધિત ગુના અટકાવવા અને આરોપીઓને શોધી કાઢવા માટે શહેર પોલીસ અલગ અલગ ટિમો બનાવી સુરવાડી બ્રિજ પાસે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું તે દરમિયાન સુરવાડી ગામ તરફથી સ્પ્લેન્ડર પ્રો બાઈક આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કર્યો હતો જે બાઇકની નંબર પ્લેટ નહિ હોવાથી પોલીસે બાઈક સવાર પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેણે આનાકાની કરી હતી પોલીસે સુરવાડી ગામના ટેકરી ફળિયામાં રહેતો દિનેશ નાનું વસાવાને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા બાઈક ઓ.એન.જી.સી દીવાલ બાજુમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું પોલીસે 15 હજારની બાઈક કબ્જે કરી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.