અંકલેશ્વર : રૂ. 1.45 લાખથી વધુના શંકાસ્પદ ગોળ-પાવડરના જથ્થા સાથે પોલીસે કરી ટેમ્પો ચાલકની ધરપકડ…

બાતમીના આધારે અંકલેશ્વરના ચૌટા નાકાથી ગડખોલ પાટિયા તરફ શંકાસ્પદ ગોળ અને પાવડરનો જથ્થો લઈ એક ટેમ્પો જઈ રહ્યો હતો.

New Update
અંકલેશ્વર : રૂ. 1.45 લાખથી વધુના શંકાસ્પદ ગોળ-પાવડરના જથ્થા સાથે પોલીસે કરી ટેમ્પો ચાલકની ધરપકડ…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીકથી શંકાસ્પદ ગોળ અને પાવડરના જથ્થા સાથે પોલીસે રૂ. 1.45 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસદારની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના ચૌટા નાકાથી ગડખોલ પાટિયા તરફ શંકાસ્પદ ગોળ અને પાવડરનો જથ્થો લઈ એક ટેમ્પો જઈ રહ્યો હતો. આ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓએ ટેમ્પો ચાલકની વોચ ગોઠવી હતી. ક્રાઇમ બ્રાંચના કર્મીઓ વોચમાં હતા, ત્યારે હસ્તી તળાવ નજીક એક ટેમ્પો નંબર GJ-16-AV-1106 ને રોકી તેની તલાશી લેતા તેમાંથી 1500 કિલો જોગરી પાવડર તેમજ 750 કિલો ગોળનો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મામલે અંકલેશ્વરના નવા કાંસિયાના મોદી ફળિયામાં રહેતા કમલેશ વસાવાની ધરપકડ કરી કુલ 1,45,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.