અંકલેશ્વર: તાડફળિયામાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 5 જુગારીઓની ધરપકડ

પોલીસે તાડ ફળિયામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને રૂ.1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય પાંચ જુગારી ફરાર થઈ ગયા હતા

New Update
અંકલેશ્વર: તાડફળિયામાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 5 જુગારીઓની ધરપકડ

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તાડ ફળિયામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને રૂ.1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય પાંચ જુગારી ફરાર થઈ ગયા હતા

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે તાડ ફળિયામાં રહેતો વિજય દલપત વસાવા બહારથી માણસો બોલાવી તાડ ફળિયાની પાછળની દીવાલ પાસે ખુલ્લી જ્ગ્યામાં ઇલેક્ટ્રીક લાઇટના અજવાળે જુગારધામ ચલાવે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 12 હજાર અને ત્રણ વાહનો તેમજ ચાર ફોન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગજાનંદ સોસાયટીમાં રહેતો જુગારી ઠાકોર દેવાભાઈ પટેલ,તાલિબ ગુલામ મોહમંદ શેખ,રામસિંગ વસાવા,સુરેશ વસાવા અને તમીલ ચેલવાન રામાસ્વામીને ઝડપી પાડ્યો હતો જ્યારે મુખ્ય સૂત્રધાર પાંચ જુગારીયાઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું
Latest Stories