Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: જીન ફળિયામાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 6 જુગારીની ધરપકડ

બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 11 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર: જીન ફળિયામાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 6 જુગારીની ધરપકડ
X

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે એસટી બસ ડેપોની સામે જીન ફળિયામાં આવેલ ગલીમાંથી જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડો.કુશલ ઓઝા પ્રોહિબિશન જુગારની પ્રવૃતિ અટકાવવા આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ એચ.બી.ગોહિલના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી સિટી એસટી ડેપો સામે આવેલ જીન ફળિયાની ગલીમાં ખુલ્લામાં જુગારધામ ચાલી રહ્યો છે.

જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 11 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ચૌટા નાકા પાસે આવેલ નસીંગ એપાર્ટમેન્ટમાં રહેતો મનોજ ગોકુલચંદ શર્મા,મીતેષ મૈજીભાઈ ઠાકોર અને રવી ઈસુભાઈ વસાવા,પરષોત્તમ ફકીરભાઈ સોલંકી,પ્રહલાદ વસાવા તેમજ સલીમ મોહમંદ શેખને ઝડપી પાડ્યો હતો.

Next Story