અંકલેશ્વર: પોલીસે મોટાપાયે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું, 100 થી વધુ પોલીસકર્મીઓ કોમ્બિંગમાં જોડાયા

અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપી પાડવા મોટાપાયે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગમાં 100થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા

New Update

ભરૂચ જિલ્લા પોલીસે અંકલેશ્વરમાં મોટાપાયે વધતા જતા ગુનાને ધ્યાનમાં લઈને પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.અંકલેશ્વરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપી પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતા. ભરૂચ જિલ્લા પોલીસે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા મીરાનગર શાંતિનગર જેવા વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું . આ કોમ્બિંગ સર્ચ ઓપરેશનમાં ભરૂચ જિલ્લા એસપી ડો.લીના પાટીલની સૂચનાઓ મુજબ 1 DySp , 8 PI અને 11 PSI સહિત 100 થી વધુ પોલીસકર્મી જોડાયા હતા . પોલીસ ટીમોએ મોટર સાયકલ સહિત ફોરવીલ ગાડીઓનું ચેકિંગ હાથ ધર્યું હતું