અંકલેશ્વર: JCI ટ્રેડ ફેરમાં ગરીબ બાળકોએ માણી મેળાની મજા, ઉઠાવ્યો ભરપુર આનંદ

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ પ્લાઝા ખાતે જે.સી.આઈ.ટ્રેડ એન્ડ ફન ફેર ચાલી રહયો છે જેમાં શુક્રવારના રોજ ગરીબ બાળકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું

New Update
અંકલેશ્વર: JCI ટ્રેડ ફેરમાં ગરીબ બાળકોએ માણી મેળાની મજા, ઉઠાવ્યો ભરપુર આનંદ

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ પ્લાઝા ખાતે જે.સી.આઈ.ટ્રેડ એન્ડ ફન ફેર ચાલી રહયો છે જેમાં શુક્રવારના રોજ ગરીબ બાળકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેસીઆઇના સભ્યોએ બાળકોને મેળામાં ફેરવ્યાં હતાં અને મેળા અંગે જાણકારી પુરી પાડી હતી.

કોરોનાના કેસ ઓછા થયા બાદ હવે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહયાં હોવાથી લોકો પણ હવે મનોરંજન માણતા થયાં છે. ગરીબ બાળકોએ મેળાની મુલાકાત લઇ ભરપુર આનંદ ઉઠાવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર જેસીઆઇના પ્રમુખ કીંજલ શાહ સહિતના હો્દેદારો અને સભ્યો હાજર રહયાં હતાં. ફન ફેરમાં આવેલાં બાળકોને ભોજન કરાવ્યાં બાદ ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

Latest Stories