ભરૂચ: અંકલેશ્વરમાં ખાનગી બેન્કના ATM ને તોડવાનો નિષ્ફળ પ્રયાસ; સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

અંકલેશ્વરમાં ATM ને તોડવાનો નિષ્ફળ પ્રયાસ, તસ્કરની તમામ હરકત CCTV કેમેરામાં કેદ.

New Update
ભરૂચ: અંકલેશ્વરમાં ખાનગી બેન્કના ATM ને તોડવાનો નિષ્ફળ પ્રયાસ; સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

ભરૂચમાં અંકલેશ્વર રાજપીપળા રોડ પર ખાનગી બેન્કના ATM ને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી છે.

ભરૂચ જિલ્લામાં વિવિધ બેંકના એ.ટી.એમ. હવે તસ્કરો પોતાના નિશાને લઇ રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર એક ખાનગી બેંકના એ.ટી.એમ.ને તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયા બાદ વધુ એક ઘટના અંકલેશ્વર ખાતેથી સામે આવી છે.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર-રાજપીપળા રોડ પર વિજય નગર પાસે આવેલ AXIS બેંકના એ.ટી.એમ.ને અજાણ્યા બુકાનીધારી ઈસમે નિશાન બનાવી તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે તોડવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે અજાણ્યા બુકાનીધારી તસ્કરની તમામ હરકત એ.ટી.એમ.માં લાગેલ સીસીટીવીમાં કેદ થતા બેંકના સંચાલકો દ્વારા ફૂટેજની મદદથી પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મહત્વની બાબત છે કે, રાત્રીના સમયે એ.ટી.એમ. તોડી ચોરી કરવાની ફિરાકમાં ફરતા તસ્કરો જિલ્લામાં સક્રિય બન્યા હોય તેમ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે.

Latest Stories