અંકલેશ્વર : રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થી બહેનોને સહાય અર્પણ કરાય...

GIDCમાં આવેલ રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સીવણ, બ્યુટી પાર્લર અને જનરલ ડ્યૂટી આસિસ્ટન્ટના તાલીમાર્થીઓને સહાયરૂપે મદદ કરવામાં આવી હતી.

અંકલેશ્વર : રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થી બહેનોને સહાય અર્પણ કરાય...
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સીવણ, બ્યુટી પાર્લર અને જનરલ ડ્યૂટી આસિસ્ટન્ટના તાલીમાર્થીઓને સહાયરૂપે મદદ કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જીઆઈડીસીમાં આવેલ ડેક્કન ફાઇન કેમિકલ્સ ઈન્ડિયા કંપની અને રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સીવણ, બ્યુટી પાર્લર અને જનરલ ડ્યૂટી આસિસ્ટન્ટના તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે. જે તાલીમ વર્ગમાં 3 મહિનાની તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યાલય ખાતે સહાય અર્પણ કરવામાં આવી હતી. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે સિલાઈ મશીન, બ્યુટી પાર્લર કીટ અને મેડિકલ કીટ તેમજ કોમ્પ્યુટર તાલીમાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આઈ.સી.પી.એના ડિરેક્ટર રોહિત મહેતા, ડેક્કન ફાઇન કેમિકલ્સ ઈન્ડિયા કંપનીના સાઈટ હેડ પરાગ શાહ તેમજ આમંત્રિત મહેમાનો સહિત મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#Gujarat #CGNews #Ankleshwar #assistance #trainee sisters #Ramakrishna Vivekananda Charitable Trust
Here are a few more articles:
Read the Next Article