અંકલેશ્વર: વરસાદમાં બિસ્માર બનેલા માર્ગોનું કરાશે રીકાર્પેટીંગ, MLA ઈશ્વરસિંહ પટેલના હસ્તે કામગીરીનો થયો પ્રારંભ

અંકલેશ્વર નગર પાલિકા હસ્તકના બિસ્માર ૧૭ જેટલા માર્ગોનું ૧.૪૦ કરોડની ગ્રાન્ટના ખર્ચે રીકાર્પેટીંગના કામનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર: વરસાદમાં બિસ્માર બનેલા માર્ગોનું કરાશે રીકાર્પેટીંગ, MLA ઈશ્વરસિંહ પટેલના હસ્તે કામગીરીનો થયો પ્રારંભ
New Update

અંકલેશ્વર નગર પાલિકા હસ્તકના બિસ્માર ૧૭ જેટલા માર્ગોનું ૧.૪૦ કરોડની ગ્રાન્ટના ખર્ચે રીકાર્પેટીંગના કામનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

અતિભારે વરસાદને પગલે અંકલેશ્વર શહેરમાં વિવિધ માર્ગો બિસ્માર બની ગયા હતા જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓને યાતનાઓ વેઠવાનો વારો આવી રહ્યો છે આ અંગે સ્થાનિકોએ અંકલેશ્વર નગર પાલિકા કચેરી ખાતે રજૂઆત કરતા જે રજૂઆતને ધ્યાનમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા બિસ્માર માર્ગો માટે ૮૦ લાખ અને નગર પાલિકાએ ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ૭૦ મળી કુલ ૧.૪૦ કરોડના ૧૭ જેટલા માર્ગોના રીકાર્પેટીંગના કામ મંજૂર કરવામાં આવ્યા છે જે રીકાર્પેટીંગના કામનું આજરોજ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આ ખાતમુહુર્તમાં પાલિકા પ્રમુખ વિનય વસાવા,કારોબારી ચેરમેન સંદીપ પટેલ અને શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ નીલેશ પટેલ સહિતના નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

#Gujarat #BeyondJustNews #Ankleshwar #Conectgujarat #MLA Ishwar Singh Patel #Re-carpeting #roads damaged
Here are a few more articles:
Read the Next Article