/connect-gujarat/media/post_banners/979676a0ec5551936be937f8d9553fece09e843ee4c06734b8c7a4e41dcb2fad.jpg)
અંકલેશ્વરમાં રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અંકલેશ્વર બાઈસીકલ ક્લબ દ્વારા 8 માં રેવા સાઇક્લોકાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરમાં રવિવારના રોજ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અંકલેશ્વર બાઈસીકલ ક્લબ દ્વારા સવારના સમયે આઠમાં રેવા સાયકલો કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 600થી વધુ સાયકલલિસ્ટોએ ભાગ લીધો હતો. સ્વાસ્થ્ય, પર્યાવરણ,ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યામાં વ્યક્તિગત ભાગીદારીની થીમ પર આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સાયકલવીરો જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન નરેશ પુજારા, મહંમદ જાડીવાલા અને લલિત ગામી સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું