/connect-gujarat/media/post_banners/d0f4b0872d38a9d864943ffaf44a3b61b307ee49656e6fbfe333393060751a95.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં બંધ મકાનનો લાભ લઈ રૂપિયા 1.50 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, મૂળ વાલિયાના દેસાડ ગામના અને હાલ અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની સહકાર પાર્ક સોસાયટીમાં રહેતા સરફરાઝ લીયાકત કડીવાલા પોતાના મકાનને તાળું મારી મકાનના ધાબા પર સુવા ગયા હતા. તે દરમ્યાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં મકાનમાં રહેલી તિજોરીમાંથી સોનાના ઘરેણાં મળી કુલ રૂપિયા 1.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવના પગલે મકાન માલિકે ચોરી અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જોકે, ચોરીની ઘટનાને અંજામ આપવા આવેલ 3 જેટલા તસ્કરો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, ત્યારે હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.