Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : વિજયાદશમી સાથે આજે સાઈબાબાનો "મહા સમાધિ" દિવસ, પંચાટી બજારના સાઈ મંદિરે યોજાયા ધાર્મિક કાર્યક્રમો.

શિરડીમાં સાઈબાબાની પુણ્યતિથિની ઉજવણી દર વર્ષે વિજયાદસમી એટલે કે, દશેરાના દિવસે ઉજવવામાં આવે છે.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના પંચાટી બજાર સ્થિત સાઈ મંદિર ખાતે આજે વિજયાદશમીના પાવન અવસરે સાઈબાબાની 104મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી હતું.

શિરડીમાં સાઈબાબાની પુણ્યતિથિની ઉજવણી દર વર્ષે વિજયાદસમી એટલે કે, દશેરાના દિવસે ઉજવવામાં આવે છે. જેને શિરડી સાઈબાબા મહા સમાઘી દિવસ કહેવામાં આવે છે, ત્યારે આજે વિજયાદસમીના પાવન અવસરે અંકલેશ્વર શહેરના પંચાટી બજાર સ્થિત સાઈ મંદિર ખાતે સાંઈબાબાની 104મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પાદુકા પૂજન, ભંડારો, પાલખી યાત્રા અને મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ભક્તોએ સાંઈબાબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Next Story