અંકલેશ્વર : સામોર ગામે જરૂરિયાતમંદો માટે વિનામુલ્યે આંખની સારવાર માટેનો કેમ્પ યોજાયો...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સામોર ગામ ખાતે વિનામુલ્યે આંખની સારવાર માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સામોર ગામ સ્થિત સંસ્કાર ભવન વિદ્યાલય ખાતે ઝઘડીયા સેવા રૂરલના સહયોગથી ગ્રામજનો માટે વિનામુલ્યે આંખની સારવારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરિયાતમંદોને આંખની તપાસ, દવા આપવી સહિત ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ જરૂર જણાય તેવા જરૂરિયાતમંદ દર્દીઓની આંખના મોતિયાના ઓપરેશન અંગે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેમ્પનો મોટી સંખ્યામાં સામોરવાસીઓ સહિત આસપાસના ગ્રામજનોએ લાભ લીધો હતો.