અંકલેશ્વર: જૂના નેશન હાઇવે પર ત્રિપલ માર્ગ અકસ્માત, ટ્રાફિકજામના દ્રશ્યો

અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર એસ.એમ.મોટર્સ સામે ત્રિપલ માર્ગ અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા

New Update
અંકલેશ્વર: જૂના નેશન હાઇવે પર ત્રિપલ માર્ગ અકસ્માત, ટ્રાફિકજામના દ્રશ્યો

અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર એસ.એમ.મોટર્સ સામે ત્રિપલ માર્ગ અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા

અંકલેશ્વર-ભરૂચ જુના હાઈવે ઉપર વાહનોનું ભારણ વધતા અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે આજરોજ અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર એસ.એમ.મોટર્સ સામે આગળ પાછળ ત્રણ કાર વચ્ચે ત્રિપલ માર્ગ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો જો કે ત્રિપલ માર્ગ અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા અકસ્માત અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત ગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories