Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: GIDCમાં ઉદ્યોગો અને રહેણાંક વિસ્તાર માટે અપાયો આકરો પાણી કાપ જુઓ શું છે કારણ

એશિયાની સૌથી મોટી ઓદ્યોગીક વસાહત અંકલેશ્વર નોટિફાઇડ એરિયામાં પાણી કાપ લાગુ કરવામાં આવ્યો છે.

X

એશિયાની સૌથી મોટી ઓદ્યોગીક વસાહત અંકલેશ્વર નોટિફાઇડ એરિયામાં પાણી કાપ લાગુ કરવામાં આવ્યો છે। નોટીફાઈડ રહેણાંક વિસ્તારમાં બે પાળીના બદલે હવે એક પાળીમાં પાણી મળશે જ્યારે ઉદ્યોગોમાં 16 કલાકનો પાણી કાપ આપવામાં આવ્યો છે.

ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા નહેરોના સમારકામ અને નવીનીકરણને લઇ પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે 30 દિવસનું શટડાઉન લેવામાં આવ્યું છે.25 ડિસેમ્બર 2022થી 25 જાન્યુઆરી 2023 સુધી નહેર સંપૂર્ણ બંધ રહેવાના કારણે જળ સંકટ ઊભું થયું છે. નહેર વિભાગ દ્વારા શટડાઉન 5 દિવસ પાછળ ઠેલવીને ઔદ્યોગિ ,રહેણાંક અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી આપી દેવામાં આવ્યું છે. જો કે અંકલેશ્વર નોટીફાઈડ અને પાલિકા પાસે 30 દિવસના જ પાણી સ્ટોરેજની કેપેસીટી છે. જે વચ્ચે જો શટડાઉન લંબાઈ તો ભર શિયાળે લોકોને પાણી માટે વલખા મારવા પડી શકે છે. નોટીફાઈડ તળાવમાં હાલ તળાવના પાણીનું લેવલ 20.45 આર.એલ.પાણી જથ્થો સ્ટોર કરવામાં આવ્યો છે.

ઔદ્યોગિક વિસ્તારમાં 40 એમ.એલ.ડી પાણી જરૂરિયાત પ્રતિ દિવસ હોય છે. જો કે નહેર વિભાગ દ્વારા જરૂરિયાત કરતા ઓછું પાણી આપવામાં આવે છે. જેને લઇ વધારાના પાણીની જરૂરિયાત વર્ષોથી નોટીફાઈડ વિસ્તારને સતાવી રહી છે. આ વચ્ચે પાછલા વર્ષોનો બોધપાઠ લઇ નોટીફાઈડ નિર્દિષ્ટ વિસ્તારમાં ઉદ્યોગોને 24 કલાકના બદલે 8 કલાક પાણી સવારે 10 થી સાંજે 5 કલાક સુધી એટલે 7 કલાક પાણી આપવામાં આવશે. અને 17 કલાકનો પાણી નો કાપ આપવામાં આવ્યો છે.જ્યારે રહેણાંક વિસ્તારમાં સવારે 3 ને સાંજે 3 કલાક એમ 6 કલાક પાણી આપવામાં આવતું હતું. જે હવે એક સવારે 6 કલાક થી 9 કલાક વચ્ચે સવારે 3 કલાક આપવામાં આવશે અને પાણીનો 3 કલાકનો કાપ રહેશે.

Next Story